બે લોકો ન્હાવા પડ્યા હતા, એકનો આબાદ બચાવ : ફાયર ટીમે 2 કલાકની જહેમત બાદ ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યોમોરબી : મોરબીના જોધપર નજીક આવેલ મચ્છુ 2 ડેમમાં આજે એક ગોઝારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ડેમમાં બે યુવાનો ન્હાવા પડ્યા હતા. જેમાં એક યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. હાલ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 4 લોકો અહીં ફરવા માટે આવ્યા હતા. જેમાંથી 2 લોકો ડેમના પાણીમાં નાહવા માટે પડ્યા હતા. આ દરમિયાન બન્ને અચાનક ડૂબવા લાગતા એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આ બચાવી લેવાયેલા વ્યક્તિને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.આ બનાવ અંગે મોરબી ફાયર કંટ્રોલ રૂમના 101 નંબર પર 15:42 વાગ્યે કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે પાણીમાં ડૂબી ગયેલા યુવાનની સઘન શોધખોળ હાથ ધરી હતી અને આશરે 2 કલાકની ભારે જહેમત બાદ મોરબી ફાયર ટીમને પાણીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા યુવાનનું નામ વિજયભાઈ ગોરધનભાઈ સેલાણીયા છે. તેમની ઉંમર 26 વર્ષ છે અને તેઓ ત્રાજપરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Macchu2Dam #DrowningIncident #MorbiFireDepartment #TragicNews #Trajpar #GujaratNews