'જય જવાન, જય કિસાન' ના નારા સાથે અન્નદાતાના પડખે ઊભી રહી નારી શક્તિમોરબી: મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને ચારેતરફથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. મોરબીના અવની ચોકડી પાસે આવેલા મિલાપનગર-1 ની મહિલાઓએ પણ ખેડૂતોની લડતને પોતાનો ટેકો જાહેર કર્યો છે. મિલાપનગર-1 ની બહેનો દ્વારા ખેડૂતોના સમર્થનમાં સતત 12 કલાક સુધી અવિરત ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજન અંતર્ગત સોસાયટીના આંગણે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ ભગવાનના સ્મરણ સાથે ખેડૂતોના આંદોલનને બળ પૂરું પાડ્યું હતું. ધૂન દરમિયાન બહેનોએ ઉત્સાહભેર 'જય જવાન, જય કિસાન' અને 'નારી શક્તિ ઝિંદાબાદ' ના ગગનભેદી નારા લગાવી વાતાવરણ ગુંજવી દીધું હતું.#Morbi #Jetpar #FarmerProtest #MorbiNews #WomenEmpowerment #JaiJawanJaiKisan #MorbiUpdates