હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ચોત્રાફળી વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ધીરુભાઈ ગોવિંદભાઇ રાઠોડ ઉ.67 રહે.હળવદ વાળાને રોકડા રૂ.6150 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.