ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી: બાળકોને હેમખેમ સોંપતા માતા-પિતાની આંખમાં હર્ષના આંસુ છલકાયામોરબી : મહોરમના તહેવાર નિમિત્તે ટ્રાફિક વ્યવસ્થા સૂચારુ રૂપે જળવાઈ રહે અને લોકો શાંતિથી તહેવાર ઉજવી શકે તે માટે પોલીસ અધિક્ષકની સૂચના મુજબ ટ્રાફિક પોલીસ સતત કાર્યરત છે. ત્યારે નગર દરવાજા ખાતે મહોરમના તહેવાર નિમિત્તે એકઠી થયેલી ભારે ભીડમાં પોતાના માતા-પિતાથી વિખુટા પડી ગયેલા 3 બાળકોને શોધીને ટ્રાફિક પોલીસે સરાહનીય કામગીરી કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર નગર દરવાજા વિસ્તારમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. જેમાં 3 બાળકો તેમના પરિવારથી અલગ પડી ગયા હતા. આ અંગેની જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર (ટ્રાફિક)ના માર્ગદર્શન હેઠળ 'ટીમ ટ્રાફિક' દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ભારે જહેમત બાદ ગણતરીના સમયમાં જ બાળકોને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા હતા અને તેમના વાલીઓને સુપરત કર્યા હતા.પોતાના વહાલસોયા બાળકોને સહીસલામત જોઈને વાલીઓ તેમને ભેટી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. માતા-પિતાની આંખમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા. પોલીસની આ માનવીય અભિગમ વાળી કામગીરીની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.આ સરાહનીય કામગીરીમાં પી.એસ.આઇ.ડી.બી.ઠકકર, કોન્સ્ટેબલ ભાનુભાઈ, કોન્સ્ટેબલ દેવાયતભાઈ, ટી.આર.બી. મેહુલભાઈ, ટી.આર.બી. ફારૂકભાઈ તથા હોમગાર્ડ જતીનભાઈ દવે સહિતની ટીમ જોડાઈ હતી #Morbi #MorbiUpdate #MorbiPolice #TrafficPoliceMorbi #GoodJob #Humanity #MorbiNews #NagarDarwaza #Moharram