સીદસર મંદિરના પ્રમુખ જગદીશભાઈ કોટડીયા મુખ્યમંત્રીને મળ્યા, ત્યારે આંદોલનને લઈ મુખ્યમંત્રીનું હકારાત્મક વલણ હોવાનું માલુમ પડ્યું છે : ઉપવાસી કારૂભાઈનું મોટું નિવેદનમોરબી: જેતપરમાં વીજલાઈનના વળતર મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે 10મો દિવસ છે. ત્યારે મંત્રી કાંતિલાલના ભાઈ એવા ઉપવાસી કારૂભાઈ અમૃતિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે સરકારનું હકારાત્મક વલણ છે. આગામી એક-બે દિવસમાં ઉકેલ આવે તેવું લાગી રહ્યું છે.ઉપવાસ પર બેઠેલા કારૂભાઈ અમૃતિયાએ મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં આંદોલનની વર્તમાન સ્થિતિ અને આગામી રણનીતિ અંગે વિગતો આપી હતી. જેમાં કારૂભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, આ લડતને તમામ એસોસિએશન, સામાજિક પ્રમુખો અને ગુજરાતભરના ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે. ઊમિયાધામ, સિદસર જેવી વિવિધ ધાર્મિક સંસ્થાઓ તેમજ સરપંચો પણ આ લડતમાં સાથે આવ્યા છે. આ લડત સમગ્ર ગુજરાતના ખેડૂતોના હિત માટે છે.વધુમાં તેઓએ ઉમેર્યું કે ગઈકાલે સિદવર મંદિરના પ્રમુખ જગદીશભાઈ કોટડીયા સહિતના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી તરફથી આ બાબતે ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને તેમણે યોગ્ય કદમ ઉઠાવવાની તૈયારી દર્શાવી છે. સરકાર તરફથી મળેલા હકારાત્મક સંકેતોને પગલે આગામી એક-બે દિવસમાં કોઈ નિર્ણય આવશે તેવું લાગી રહ્યું છે. અંતે કારૂભાઈએ આશા વ્યક્ત કરી છે કે સરકાર ટૂંક સમયમાં જ કોઈ નિર્ણય લેશે. જો નિર્ણય જાહેર કરવામાં નહિ આવે તો 12માં દિવસે સરદાર માર્ગ અપનાવવો પડશે.#MorbiUpdate #Morbi #KarubhaiAmruthiya #FarmerProtest #FastingAgitation #GujaratFarmers #MorbiNews #BreakingNews