અગાઉ ફોનમાં ધમકી આપનાર સાળાએ બનેવીના ઘરે જઈ ધમકી આપતા ડરી ગયેલ યુવક દુધરેજ જતો રહ્યોટંકારા : ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામે રહેતા યુવકની પત્ની ઘરના નાના મોટા ઝઘડાને કારણે વારંવાર પિયર રિસામણે જતી રહેતી હોવાથી આ યુવકના સાળાએ યુવકને ટેલિફોનિક ધમકી આપ્યા બાદ કારમાં ઘેર આવી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામે રહેતા અને ખેતીકામ કરતા મોમૈયાભાઈ નારણભાઇ ખટાણા ઉ.21 નામના યુવકે પોતાના સાળા બુટેશ ધનજીભાઈ ટમારીયા રહે.શક્ત શનાળા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીના પત્ની ઘરના નાના મોટા ઝઘડા કારણે પિયર રિસામણે જતી રહી હોવાથી આરોપી એવા સાળા બુટશે ટેલિફોનિક ધમકી આપ્યા બાદ ગત તા.22ના રોજ તેમના ઘેર આવી જ્યાં ભેગો થઈશ ત્યાં જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.સાળાની ધમકીને પગલે ફરિયાદી મોમૈયાભાઈ દુધરેજ સહિતના સ્થળોએ જતો રહ્યો હતો બાદમાં સગાંવહાલાંઓએ હિંમત આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.