મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશનની કાર રેલી માટે બ્લુ ઝોન સિરામિક દ્વારા રસ્તામાં ચા-પાણીની વ્યવસ્થા ગોઠવાઈમોરબી : મોરબીના જેતપર ગામ ખાતે અદાણી કંપનીની વીજ લાઈનના વિરોધમાં ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનને મોરબી સિરામિક ટ્રેડિંગ એસોસિએશન દ્વારા ખુલ્લું સમર્થન જાહેર કરી આજે કાર રેલી યોજવામાં આવી છે. આ રેલીમાં બ્લુ ઝોન સિરામિક દ્વારા રસ્તામાં ચા-પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ અને બ્લુઝોન સિરામિકના માલિક મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે, જેતપર ગામે અદાણી કંપનીની વીજ લાઈન સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને મોરબી સિરામિક ટ્રેડિંગ એસોસિએશનનો પૂરેપૂરો સહયોગ અને સપોર્ટ મળ્યો છે. જેના ભાગરૂપે કાર રેલીનું આયોજન થયું છે. આ કાર રેલી તેમની ફેકટરી પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે રસ્તામાં રેલી માટે ચા-પાણી તેમજ ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પોતે પણ ખેડૂત અને સિરામિક પરિવારના ભાગરૂપે આ આયોજનમાં સહભાગી બન્યા છે. આગામી સમયમાં જો જરૂર પડશે તો સિરામિક એસોસિએશન પણ ખુલ્લીને ખેડૂતોના સમર્થનમાં આગળ આવશે. સરકારમાં રજૂઆતો કરીને ખેડૂતોને આ મામલે યોગ્ય ન્યાય મળે તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે અને તેમાં કોઈ કચાસ રાખવામાં નહીં આવે.#Morbi #Jetpar #FarmerProtest #KisanAndolan #CeramicAssociation #ManojbhaiErvadiya #MorbiUpdate #AdaniPowerLine #MorbiNews #Gujarat