ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે પર ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક પોતાના ખેતરના શેઢે ઉભેલા જગદીશભાઈ જાદવજીભાઈ ભાગીયા ઉ.43 રહે.પ્રભુનગર, મિતાણા નામના યુવકને જીજે - 10 - ડીજે - 6432 નંબરના અર્ટિકા કારના ચાલકે હડફેટે લઈ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા જગદીશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા જાદવજીભાઈ મૂળજીભાઈ ભાગીયાએ કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.