બેદરકારી દાખવનાર કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈમોરબી : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે પર સરતાનપર ચોકડી પાસે ગઈકાલે બપોરના સમયે ટાટા પંચના કાર ચાલકે પુરપાટ ઝડપે પોતાની કાર હંકારી બેદરકારી પૂર્વક કાર ચલાવી આગળ જતા ડમ્પરના પાછળના ભાગે કાર અથડાવી દેતા કારમાં બેઠેલા યુવક અને કાર ચાલક બન્નેના મૃત્યુ નિપજ્યા હતા.બનાવ અંગે મૃતકના ભાઈએ કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર સરતાનપર ચોકડી પાસે ગઈકાલે બપોરના સમયે જીજે - 36 - એઆર - 6131 નંબરના કાર ચાલક અરવિંદભાઈ જેસિંગભાઈ ઉડેચા રહે.સરતાનપર વાળાએ પોતાની કાર બેફામ ઝડપે બેદરકારી પૂર્વક ચલાવી આગળ જતા ટ્રક ડમ્પર નંબર જીજે - 03 - સીયું - 8913 ની પાછળ પોતાની કાર અથડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ કાર અકસ્માતમાં કારમાં બેઠેલા મહેશભાઈ સામતભાઈ અઘારા રહે.ખાખરાળા તા.મૂળી, જી.સુરેન્દ્રનગર વાળા તેમજ કાર ચાલક અરવિંદભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવ અંગે મૃતક મહેશભાઈના ભાઈ દશરથભાઈ સામતભાઈ અઘારાએ કાર ચાલક અરવિંદભાઈ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.