મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લખધીરપુર રોડ પર સોરિસો ચોકડી પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી હર્ષદ ઉર્ફે અચો ગોરધનભાઇ કુંવરિયા ઉ.32 રહે.યોગીનગર, ત્રાજપર ખારી વાળને રોકડા રૂપિયા 280 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.