લોકોને ગરમીમાંથી મળી આંશિક રાહતમોરબી : શહેરમાં આજે સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ત્યારે ખોખરા હનુમાન રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં સવારે 10:44 કલાકની આસપાસ હળવું વરસાદી ઝાપટું પડ્યું હતું.સવારના સમયે અચાનક જ વરસાદી માહોલ બંધાતા અને ઝાપટું આવી પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં. વરસાદના કારણે સ્થાનિક વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને બફારા તેમજ ગરમીમાંથી આંશિક રાહતનો અહેસાસ થયો હતો.#Morbi #MorbiUpdate #RainInMorbi #KhokhraHanumanRoad #Monsoon #WeatherUpdate #MorbiNews