48 કલાકમાં ખેડૂતોની માગ નહીં સંતોષાય તો આંદરણા ગામના સરપંચ સહિત તમામ રાજીનામું આપશેમોરબી : જેતપર ગામે ખેડૂતોનું શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલી રહ્યું છે. ઉપવાસ છાવણીમાં બેઠેલા ઉપવાસીઓને મોટું જનસમર્થન મળી રહ્યું છે. ત્યારે વધુ એક ઉપવાસી આ ઉપવાસમાં જોડાયા છે. વાંકીયા ગામના 53 વર્ષીય મહેશભાઈ ચતુરભાઈ મારવાણીયા જેતપર ખેડૂત આંદોલનમાં ગઈકાલ 25 જૂનથી ઉપવાસ પર ઉતર્યા છે. સાથે જ આંદરણા ગામનો પણ જેતપર આંદોલનને સહકાર મળ્યો છે.મોરબી-જેતપર ખેડૂત આંદોલનને સતત વેગ મળી રહ્યો છે. ખેડૂતોના પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને ચાલી રહેલા આ આંદોલનમાં હવે ઉપવાસી છાવણીમાં વધુ એક ખેડૂત જોડાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકીયા ગામના વતની મહેશભાઈ ચતુરભાઈ મારવાણીયા (ઉ.વ.53) ગત તારીખ 25થી મોરબી જેતપર ખેડૂત આંદોલનની ઉપવાસી છાવણીમાં બેઠા છે. ખેડૂતોના હિતમાં ચાલતી આ લડતને વધુ મજબૂત બનાવવા માટે તેઓએ ઉપવાસ પર ઉતરીને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.આંદોલનના સમર્થનમાં આંદરણા ગામજેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં આંદરણા ગામ આવ્યું છે. મોરબી તાલુકાના આંદરણા ગામ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આંદરણા ગામ જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં છે અને જો 48 કલાકમાં ખેડૂત આંદોલન મામલે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આંદરણા ગામના સરપંચ, ઉપસરપંચ અને ગ્રામ પંચાયતના તમામ સભ્યો રાજીનામું આપી દેશે.#MorbiUpdate #MorbiJetparRoad #KhedutAndolan #MorbiNews #FarmerProtest #Morbi #GujaratFarmers