ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે શિક્ષણની સુવિધા વધારવા રજૂઆતમોરબી : મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી મહાનગરપાલિકાના મેયરને એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં મોરબી શહેર વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓને મહાનગરપાલિકા હસ્તક લેવાની માંગ કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર-ગુજરાતની અન્ય મહાનગરપાલિકાઓએ જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓને પોતાના હસ્તક લઈ લીધી છે, પરંતુ મોરબીમાં હજુ આ દિશામાં કામગીરી થઈ નથી. હાલ મોરબીમાં બાલમંદિર બંધ છે અને ખાનગી શાળાઓ દ્વારા ચાલતા બાલમંદિરોમાં ઉઘરાવવામાં આવતી ફી ગરીબ તથા મધ્યમ વર્ગ માટે પરવડે તેમ નથી.ખાસ કરીને જે પરિવારમાં 3 બાળકો ભણતા હોય તેવા વાલીઓનું બજેટ ખોવાઈ જાય છે. રજૂઆતમાં જણાવાયું છે કે જો મહાનગરપાલિકા આ શાળાઓને પોતાના હસ્તક લે, તો બાલમંદિરની વ્યવસ્થા ફરી શરૂ થઈ શકે છે. આ માટે નવા મકાનો બનાવવાને બદલે જે-તે વિસ્તારમાં ખંડેર હાલતમાં રહેલ બાલમંદિરોનુ રીપેરિંગ કરીને પણ શિક્ષણ કાર્ય શરૂ કરી શકાય છે, જેથી મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોને શિક્ષણનો લાભ મળી શકે.#Morbi #Education #MorbiNews #MorbiMunicipalCorporation #GrahakSurakshaMandal #GujaratiNews