મોરબી: જેતપર ગામે વીજલાઈનના વળતર મુદ્દે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવામાં આવી રહ્યું છે. આજે આ આંદોલનના નવમા દિવસે નાના ભૂલકાઓ પણ પ્રતીક ઉપવાસ ઉપર બેઠા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર આજે શાળામાં બાળકોને રજા છે. જેથી બાળકો પણ આ વિરોધમાં જોડાયા છે. આ બાળકો આજના દિવસ ઉપવાસ કરીને આંદોલનકારીઓનો જુસ્સો વધારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આંદોલનનો આજે નવમો દિવસ છે. ખેડૂતો પોતાની માંગને લઈને અડગ છે. વહેલી તકે આ મામલે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.#MorbiUpdate #Jetpar #MorbiNews #PratikUpvas #GujaratNews #Morbi