નવા સુવિધાયુક્ત બિલ્ડીંગમાં હોસ્ટેલ સહિતની સુવિધા શરૂ થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ, પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષને પણ મંજૂરીમોરબી : મોરબી જિલ્લાને જીએમઇઆરએસ મેડિકલ કોલેજ મળ્યાના ચાર વર્ષ બાદ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને હોસ્ટેલ સહિતના નવા બિલ્ડીંગનું કામ પૂર્ણ થતાં હાલ શનાળા રોડ ખાતે આવેલ નવા બિલ્ડીંગમાં મેડિકલ કોલેજ શિફ્ટ કરવામાં આવી છે. અત્યાર સુધી મેડિકલ કોલેજ ગિબશન મિડલ સ્કૂલમાં ચાલુ હતી.નવા બિલ્ડીંગમાં હાલમાં મેડિકલ કોલેજ અને બોયઝ તેમજ ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે અને વર્ષના અંત ભાગમાં 750 બેડની સુવિધા સાથે સિવિલ હોસ્પિટલને પણ અહીં શરૂ કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.વર્ષ 2022માં મોરબીને જીએમઇઆરએસ મેડિકલ કોલેજ મળ્યા બાદ રાજકોટ - મોરબી હાઇવે પર પીઆઇયું દ્વારા નવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બિલ્ડીંગનું રૂ.550 કરોડથી વધુના ખર્ચે કામ શરૂ કરાયું હતું.જેમાં અંદાજે 30 એકર વિશાળ જમીન પર મેડિકલ કોલેજનું નિર્માણ પૂર્ણ થતાં ગિબશન મિડલ સ્કૂલ ખાતે બેસતી મેડિકલ કોલેજનું નવા બિલ્ડીંગ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે.મેડિકલ કોલેજના ડીન ડો.નીરજ કુમાર વિશ્વાસના જણાવ્યા મુજબ કોલેજમાં નવીનતમ ટેકનોલોજી સાથેની પ્રયોગશાળાઓ, સાધનોથી સજ્જ એનાટોમી, ફિઝિયોલોજી, ફોરેન્સિક મેડિસિન, પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન સહિતના વિવિધ વિભાગો કાર્યરત છે. વિદ્યાર્થીઓ માટે 4 લેક્ચર હોલ અને એર-કંડિશન લાઈબ્રેરી તેમજ કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ છે.અહીં હોસ્ટેલમાં કુલ 600 વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા છે, જેમાં 300 વિદ્યાર્થીઓ માટે બોયઝ હોસ્ટેલ અને 300 વિદ્યાર્થીનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલની સુવિધા સામેલ છે.વધુમાં મેડિકલ કોલેજના ડીન ડો.નીરજ કુમાર વિશ્વાસે જણાવ્યું હતું કે,જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં વર્ષ 2022, 2023, 2024 અને 2025 એમ કુલ 4 બેચના એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.પ્રથમ વર્ષે અહીં 98 વિદ્યાર્થીઓ બાદ બાકીના વર્ષોમાં 100 વિદ્યાર્થીઓ મળી હાલમાં કુલ 398 વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણ લઇ રહ્યા છે. મોરબી મેડિકલ કોલેજમાં મંજુર 100 બેઠકોમાંથી 15 બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટા માટે અને 85 બેઠકો ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે અનામત છે. સાથે જ મોરબી ખાતે વિદેશમાં અભ્યાસ કરેલ 71 વિદ્યાર્થીઓ ઇન્ટરશીપ પણ પુરી કરી છે અને 24 વિદ્યાર્થીઓ હાલ ઇન્ટરશીપ કરી રહ્યા છે.મોરબી મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસને મંજૂરી મળીમોરબી મેડિકલ કોલેજમાં અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમની સાથે જ હવે પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમને પણ મંજૂરી આપવામાં આવી હોવાનું મેડિકલ કોલેજના ડીન ડો.વિશ્વાસે જણાવ્યું હતું. તેમને ઉમેર્યું હતું કે, મોરબી મેડિકલ કોલેજ ખાતે બાયોકેમિસ્ટ્રી, પેથોલોજી, માઇક્રોબાયોલોજી, મેડિસિન, ગાયનેકોલોજી, ઈએનટી, એનેથેસીયા, પિડિયાટ્રિક, બાયો કેમેસ્ટ્રી સહિતના 8 વિષયોમાં ડીએનબી પોસ્ટ ગ્રેજ્યુએટની બેઠકો પણ શરૂ કરવામાં આવી છે.મેડિકલ કોલેજમાં પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરોની ઘટજીએમઇઆરએસ સંચાલિત મોરબી મેડિકલ કોલેજ ખાતે હાલમાં 398 તબીબી છાત્રો અભ્યાસ કરી રહ્યા છે.મેડિકલ કોલેજ માટે કુલ 186 જગ્યા મંજુર છે.જેમાં142 જગ્યા ભરેલી છે અને 44ની ઘટ છે. ખાસ કરીને કોલેજમાં 17 પ્રોફેસરમાંથી 8 જગ્યા ભરેલ છે અને 9 જગ્યા ખાલી છે. એસોસીએટ પ્રોફેસરમાંની 27 જગ્યા પૈકી 10 ભરેલી છે અને 17ની ઘટ છે.આસિસ્ટન્ટ પ્રોફેસર 41 જગ્યા મંજુર છે જેની સામે 34 ભરેલી છે જ્યારે 7 જગ્યા ખાલી છે.આગામી ડિસેમ્બર સુધીમાં 750 બેડની હોસ્પિટલ કાર્યરત થશેમોરબી - રાજકોટ હાઇવે પર નવા મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં હાલ મેડિકલ કોલેજ કાર્યરત થઈ છે. મેડિકલ કોલેજના ડીન ડો.વિશ્વાસે ડિસેમ્બર અંત સુધીમાં 750 બેડની સિવિલ હોસ્પિટલ કાર્યરત થવાની આશા વ્યક્ત કરી ભવિષ્યમાં અહીં દર્દીઓના સગા માટે 2600 લોકો રહી શકે તેવું રેનબસેરાકિડની અને કેન્સર હોસ્પિટલ શરુ કરવા માટે સરકારમાં રજુઆતમોરબીની મેડિકલ કોલેજના ગ્રાઉન્ડમાં જ કિડની અને કેન્સર હોસ્પિટલ શરુ કરવા માટે મેડિકલ કોલેજ દ્વારા સરકારને પત્ર માંગ કરવામાં આવી છે. જો સરકાર આ બાબતે મંજૂરી આપશે તો આગામી સમયમાં મોરબીમાં જ કિડની અને કેન્સરની સારવાર મળી રહેશેમોરબી એડમિશન મળ્યું તેનો અફસોસ નથી, અપેક્ષા કરતા પણ શ્રેષ્ઠ શિક્ષણ અને સુવિધા : હેલીમોરબી મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હેલી ગણાત્રા નામની છાત્રાએ કહ્યું હતું કે, મને રાજકોટ ખાતે એડમિશન ન મળતા મોરબી પસંદ કર્યું છે. અહીં અપેક્ષા કરતાં પણ શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહી કહેતા હેલી ઉમેરે છે કે, કોલેજમાં ખૂબ જ મોટા અને વ્યવસ્થિત લેક્ચર હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં એકસાથે 100 જેટલા વિદ્યાર્થીઓ અલગ-અલગ લેવલ પર આરામથી બેસી શકે છે. સાથે જ અન્ય કોલેજોમાં ભાગ્યે જ જોવા મળે તેવી આધુનિક સુવિધાવાળી અને પ્રોપર સ્પેસ ધરાવતી એસી લાઈબ્રેરી અહીં ઉપલબ્ધ છે, જ્યાં દરેક વિદ્યાર્થી પોતાની પ્રાઇવસી સાથે શાંતિપૂર્વક અભ્યાસ કરી શકે છે. પ્રોફેસર્સ પણ લાઈબ્રેરીમાં વિદ્યાર્થીઓનો સમય બગડે નહીં અને માત્ર ભણવામાં જ ધ્યાન રહે તે બાબતની ખાસ તકેદારી રાખે છે. વિદ્યાર્થીઓ માટે ત્રણેય ટાઈમ ખૂબ જ સુંદર આયોજન સાથેની મોટી મેસ કાર્યરત છે. આ મેસ હોસ્ટેલથી માત્ર 5 મિનિટના અંતરે જ આવેલી હોવાથી સમયનો પણ બચાવ થાય છે.અહીંનું વાતાવરણ અભ્યાસ માટે ખુબજ અનુકૂળ છે : પ્રિન્સમેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો ભાવનગરના પ્રિન્સ ધંધુકીયા કહે છે કે, નવી કોલેજ બન્યા પછી અભ્યાસ માટેનું સ્પેક્ટ્રમ ખૂબ વિસ્તર્યું છે. અહીંનું વાતાવરણ અભ્યાસ માટે ખૂબ જ અનુકૂળ અને પ્રોત્સાહક છે. કોલેજનું નવું કેમ્પસ ઘણું વિશાળ છે અને વિદ્યાર્થીઓને પૂરતી સ્પેસ મળી રહે છે. કોલેજમાં અદ્યતન સુવિધાઓ ધરાવતા મોટા લેક્ચર હોલ અને લાઈબ્રેરીની વ્યવસ્થા છે, જે વિદ્યાર્થીઓને વધુ સારી રીતે અભ્યાસ કરવામાં મદદરૂપ બને છે.સાથે જ અહીં મેસની પણ સારી સુવિધા હોવાનું તેમને અંતમાં ઉમેર્યું હતું.