વાંકાનેર : રાજકોટ - ચોટીલા નેશનલ હાઇવે પર વાંકાનેર તાલુકાના ભલગામ નજીક ગત તા.21ના રોજ બપોરના સમયે રોંગ સાઈડમાં આવેલ જીજે - 39 - ટીબી - 6507 નંબરના ડમ્પર ચાલકે ખીજડિયાથી પોતાના ખેરડી ગામે જઈ રહેલા બાઈક ચાલક રમેશભાઈ ગોયલને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા રમેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો.અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર વિપુલભાઈ રમેશભાઈ ગોયલ રહે.ખેરડી તા.ચોટીલા વાળાઓએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી જનાર ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.