કાંતિપુરમાં શિવાલય મંદિર ખાતે અને રાજપરમાં ગોપી મંડળ દ્વારા યોજાશે ધૂન: ગ્રામજનોને જોડાવા અપીલમોરબી: જેતપર ગામ ખાતે હાલ ચાલી રહેલા ખેડૂત ઉપવાસ આંદોલનને વ્યાપક વેગ મળી રહ્યો છે અને આસપાસના ગામો દ્વારા તેને પૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે કાંતિપુર અને રાજપર (કું) ગામે 24 કલાકના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.કાંતિપુર ગામે આવેલા શિવાલય મંદિર ખાતે આજે તા. 26-06-2026ના રોજ સવારથી સતત 24 કલાક માટે અખંડ ધૂન-ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત સમાજના કલ્યાણ, એકતા અને તેમની માંગણીઓના સમર્થનમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં કાંતિપુરના તમામ ગ્રામજનોને શાંતિપૂર્ણ વાતાવરણમાં વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.જ્યારે બીજી તરફ, રાજપર (કું) ગામે ગોપી મંડળ દ્વારા 'જય જવાન જય કિસાન' ના સૂત્ર સાથે તા. 26/06/2026 ને શુક્રવારના રોજ આજે સાંજથી સતત 24 કલાક સુધી રામધૂનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેતપરના આંદોલનના સમર્થનમાં યોજાનારી આ રામધૂનમાં ગોપી મંડળ દ્વારા તમામ લોકોને મોટી સંખ્યામાં હાજર રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #KhedutAndolan #Jetpar #Kantipur #Rajpar #AkhandDhun #Ramdhun #MorbiUpdate