મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ જયશક્તિ હોટલના કમ્પાઉન્ડમાં પંચરની દુકાન ચલાવતા મૂળ તિરુવનંતપુરમના વતની ગોપાકુમાર રાઘવન નાયર ઉ.55 નામના આધેડ રાત્રે સૂતા બાદ બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.