શાળાના પૂર્વ વિદ્યાર્થીએ બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળાનું ઋણ ચૂકવ્યું: મહિલા આરોગ્ય અધિકારી અને સીટી મામલતદારની પ્રેરક ઉપસ્થિતિમોરબી: ખાખરાળા તાલુકા શાળામાં 23/6/2026 ને મંગળવારના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લા પંચાયતના મહિલા આરોગ્ય અને બાળ વિકાસ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, સીટી મામલતદાર પ્રશાંતભાઈ ગઢવી, C.R.C. Co. મારવાણીયા દુષ્યંતભાઈ અને પી.ડી. કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે આંગણવાડી અને બાલવાટિકાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવાયો હતો.આ પ્રસંગે ખાખરાળા શાળાના જ પૂર્વ વિદ્યાર્થી પી.ડી. કાંજીયાએ શાળાના બાળકોને સ્કૂલ બેગ, સ્ટેશનરી કીટ, તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો તેમજ તમામ બાળકોને ભરપેટ નાસ્તો કરાવીને પોતાની માતૃસંસ્થાનું ઋણ અદા કર્યું હતું.#Morbi #MorbiUpdates #Khakhrala #ShalaPraveshotsav #EducationNews #MorbiNews