હળવદ : મોરબી જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પરપ્રાંતીય કામદારોના આધાર પુરાવા સાથે એસ્યોર મોરબી એપમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત હોવા છતાં હળવદના ટીકર રોડ પર દ્વારકેશ રેસિડેન્સીમાં બાંધકામ દરમિયાન કડીયા કારીગરોનાં આધાર પુરાવા નહિ મેળવી પોલીસને જાણ નહિ કરવા સબબ સ્થાનિક પોલીસે કોન્ટ્રાકટર રાજેશ ઉર્ફે મુનાભાઈ વિરજીભાઈ રાઠોડ રહે.હળવદ વાળા વિરુદ્ધ જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.