જલ્પાબેન વરમોરા અને વર્ષાબેન શીરવી દ્વારા ખેડૂતોની વેદનાની નાટક સ્વરૂપે રજૂઆત, નાટક નિહાળવા ગામે-ગામથી બહેનો ઉમટ્યામોરબી : જેતપર ગામમાં છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલા ખેડૂત ઉપવાસ આંદોલનને સમર્થન આપવા માટે આજે વિશેષ નાટક 'અદાણીનો અત્યાચાર ને ખેડુતોની દુર્દશા' નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખેડૂતો અને મહિલાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેતપર આંદોલન છાવણી ખાતે નાટક નિહાળવા અને આંદોલનને સમર્થન આપવા માટે અત્યારે હકડેઠઠ મેદની ઉમટી પડી છે. આ કાર્યક્રમની સૌથી નોંધનીય બાબત એ છે કે, આસપાસના ગામેગામથી બહેનો ખૂબ મોટી સંખ્યામાં આ આંદોલનમાં પોતાનો સૂર પુરાવવા માટે ઉમટી પડી છે. આ નાટકમાં જલ્પાબેન વરમોરા અને વર્ષાબેન શીરવી પોતાના સચોટ અભિનય થકી ખેડૂતોની વર્તમાન સ્થિતિ, તેમની સમસ્યાઓ અને વેદનાને દર્શકો સમક્ષ જીવંત કરવાના છે. વિશાળ જનમેદની દ્વારા આ નાટકને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં ઉમટી પડેલી ભીડ એ સ્પષ્ટ સંદેશ આપે છે કે ખેડૂતોની એકતા અકબંધ છે અને તેમના અવાજને હવે વધુ બુલંદ બનાવવામાં આવી રહ્યો છે.#MorbiUpdate #Jetpar #FarmersProtest #KisanAndolan #GujaratFarmers #KhedutEkta #MorbiNews #JetparAndolan