બન્ને વૃક્ષો રોડને અડચણરૂપ બન્યા, રાત્રે અકસ્માતની ભીતિટંકારા : રાજકોટ-મોરબી હાઇવે પર વિરપર નજીક 2 જેટલાં મહાકાય વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વૃક્ષો સીધા રોડ પર પડતાં હાઇવેને અડચણરૂપ બન્યા છે. જેને કારણે રાત્રીના સમયે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.હાઈવેની સાઈડમાં આવેલા વોકળામાં સફાઈ કરતી વખતે આગ લગાડવામાં આવી હોવાથી વોકળામાં રહેલા વૃક્ષોના મૂળ નબળા પડી ગયા હતા અને પવન આવતા આ વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા છે. હાલમાં હાઇવે પર આ પડી ગયેલા વૃક્ષો અડચણરૂપ બન્યા છે. સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે કે રાત પડે તે પહેલાં પ્રશાસન દ્વારા સત્વરે કામગીરી કરી રોડ પરથી આ વૃક્ષો હટાવવામાં આવે. જો રાત સુધીમાં વૃક્ષો હટાવામાં નહીં આવે તો અંધારામાં કોઈ મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.#Morbi #RajkotMorbiHighway #TreeFallen #MorbiUpdate #RoadSafety #TrafficAlert #GujaratNews