હાલ 12 બ્લડ બેન્ક દ્વારા રક્ત એકત્ર કરવાની કામગીરી પુરજોશમાં: પાટીદાર યુવા સેવા સંઘના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટ્યામોરબી: જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત ઉપવાસ આંદોલનમાં સમગ્ર ગ્રામજનોના સહયોગથી આજે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આસપાસના ગ્રામીણ વિસ્તારો અને અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો રક્તદાન માટે ઉમટી પડ્યા છે. અત્યારે રાત્રીના 10 વાગ્યા હોવા છતાં હજુ મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા લાઈનો લગાવીને ઊભા છે. આ રક્તદાન કેમ્પ રાત્રિના 12 વાગ્યા સુધી ચાલવાનો છે અને ગુજરાતમાં સૌથી વધુ બ્લડ એકત્ર કરવાનો નવો રેકોર્ડ સર્જાશે તેવો ખેડૂતોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.આ બ્લડ ડોનેશન કેમ્પમાં રાજકોટ, મોરબી, અમદાવાદ અને જામનગર સહિતની અંદાજે 12 જેટલી બ્લડ બેંકોની ટીમો રક્ત એકત્રિત કરવાની કામગીરી કરી રહી છે. આસપાસના તમામ ગામોનો આ સેવાકીય કાર્યને પૂરતો સહયોગ મળી રહ્યો છે. વધુમાં આજે પાટીદાર યુવા સેવા સંઘના મનોજ પનારાએ સંઘના 19 હજાર કાર્યકરોને રક્તદાન કરવા ઉમટી પડવા હાંકલ કરી હતી. જેથી અત્યારે રાત્રીના પાટીદાર યુવા સેવા સંઘના કાર્યકરો પણ રક્તદાન કરવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે. #MorbiUpdate #MorbiNews #Jetpar #BloodDonationCamp #KhedutAndolan #BloodDonation #Morbi #GujaratNews #SocialService #RecordBreaking