મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં આજે સાંજે યોજાશે કાર્યક્રમમોરબી : મોરબીમાં માત્ર 37 દિવસના ટૂંકા ગાળામાં એકસાથે 10 લાખ વૃક્ષો વાવવાનું ભગીરથ કાર્ય જ્યાં સંપન્ન થયું છે તે નમોવનને રફાળેશ્વર સ્ટેટ હાઈવે સાથે જોડવા માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નમોવનને રફાળેશ્વર સ્ટેટ હાઈવે સાથે જોડવા માટે આશરે 2.00 કિલોમીટર લંબાઈનો સી.સી. રોડ (આઈકોનિક રોડ) બનાવવા માટે ગુજરાત સરકારે 3.3 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, જેનો ખાતમુહૂર્ત સમારોહ આજે બુધવારે યોજાશે.આ રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન તારીખ 24-06-2026 ને બુધવારના રોજ સાંજે 5:30 કલાકે નમોવન, મચ્છુ ડેમ-2 ની નજીક, કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન પાસે, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ખાતમુહૂર્તકર્તા અને સમારોહના અધ્યક્ષ તરીકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયા ઉપસ્થિત રહેશે. જ્યારે મુખ્ય મહેમાન તરીકે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજરી આપશે. આ સાથે જ જિલ્લા પંચાયતના હોદ્દેદારો, તાલુકા પંચાયતના હોદ્દેદારો, સરપંચો અને વિવિધ આગેવાનો પણ ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે મોરબી પાંજરાપોળના વેલજીભાઈ ઉધરેજા (બોસ) તથા ટ્રસ્ટીઓ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.l#Morbi #MorbiUpdate #Namovan #IconicRoad #RafaleshwarHighway #KantilalAmrutiya #DurlabhjibhaiDethariya #Development #MorbiNews #Infrastructure