ખેડૂત આંદોલનના સમર્થનમાં માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખે રાજીનામાં આપ્યાના પ્રકરણમાં નવો વણાંકમોરબી : માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભાવિકકુમાર મિતેશભાઈ કાવરે જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં રાજીનામું આપ્યું છે. જો કે આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખે એવું જાહેર કર્યું છે કે તેમને પાર્ટીએ 2 મહિના પહેલા જ પક્ષ વિરોધી પ્રવૃતિના કારણે સસ્પેન્ડ કરી દીધા હતા.આજે ભાવિકકુમાર કાવરે મીડિયા સમક્ષ એવું જણાવ્યું હતું કે, જેતપર ગામે લાંબા સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને ખેડૂતોની આ માંગણીઓ તદ્દન વ્યાજબી છે. ખેડૂતોની વર્તમાન સ્થિતિ જોઈને તેમને વ્યક્તિગત રીતે અત્યંત દુઃખ અને લાગણી થઈ છે, જેના કારણે તેઓ માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ સહિત ભાજપ પક્ષના તમામ હોદ્દાઓ પરથી સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યા છે. જો કે આ પ્રકરણમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું કે તેઓને એપ્રિલ મહિનામાં સ્થાનિક ચૂંટણીઓમાં પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ કરવાની નોટિસ આપવામાં આવી હતી. અને ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.#MorbiUpdate #MorbiNews #Malia #BJP #FarmersProtest #Resignation #GujaratPolitics #Jetpur #FarmersMovement