વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની અપાઈ જાણકારી: કાર્યક્રમમાં DFO અને નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિતમોરબી : મોરબી-માળિયા રાજકોટ હાઇવે બાયપાસ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજ રોજ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષકની સૂચના અન્વયે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળામાં પ્રથમ વખત પ્રવેશ મેળવતા તમામ નૂતન વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.બાળકોને ટ્રાફિક અવેરનેસ અંગે કરાયા માહિતગારઆ શાળા પ્રવેશોત્સવ દરમિયાન ડી.એફ.ઓ., નાયબ મામલતદારો તેમજ શિક્ષણ શાખાના સી.આર.સી. સ્ટાફના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણની સાથે સામાજિક જાગૃતિ લાવવાના અનોખા હેતુથી પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રાફિકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવી હતી. #Morbi #MorbiUpdate #ShalaPraveshotsav #MorbiPolice #TrafficRules #TrafficAwareness #GurukulMorbi #MorbiNews