પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોરભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ: બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવાયોવાંકાનેર : ગુજરાત સરકારના રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત વાંકાનેર તાલુકાની તાલુકા શાળા નંબર 1 અને કન્યાશાળા નંબર 7 નો સંયુક્ત પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વાંકાનેર તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોરભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં એસએમસી અધ્યક્ષ, સભ્યઓ તેમજ બહોળી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.શિક્ષણના પ્રથમ પગથિયે ડગ માંડતા આંગણવાડીના બાળકો, બાલવાટિકા તથા ધોરણ 1 માં પ્રવેશ મેળવતા તમામ ભૂલકાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરી અને મોઢું મીઠું કરાવીને ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સુચારુ રૂપે સંચાલન દિનાબેન એમ. સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે આભાર વિધિ ધીરજભાઈ પ્રણામીએ કરી હતી. આ પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા શાળાના આચાર્ય સોફયાબેન પટેલ તથા બંને શાળાના તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.#Wankaner #ShalaPraveshotsav2026 #WankanerNews #MorbiUpdate #EducationDepartment #Praveshotsav #WankanerSchool #KanyaKelavaniMahootsav