40,000 થી વધુ બહેનોના 5 મહિનાના બાકી ઈન્સેન્ટીવ ચુકવવા અને મોબાઈલ આપ્યા વિના ઓનલાઈન કામગીરીના દબાણનો વિરોધ: માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકીટંકારા : ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં આશા વર્કર તથા ફેસીલીએટર બહેનોની મૂળભૂત આરોગ્ય સેવાઓને નુકસાન થાય તે રીતે કામનો બોજ ન લાદવા અને બાકી રહેલા ઈન્સેન્ટીવના બિલોનું તાત્કાલિક ચુકવણું કરવા માંગ કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 40,000 થી વધુ આશા વર્કર અને ફેસીલીએટર બહેનો ગામડે ગામડે અને શહેરી ગરીબ વસ્તીમાં ટાઢ-તડકો વેઠીને પાયાની આરોગ્ય સેવા પૂરી પાડે છે. સરકારના પરિપત્ર મુજબ તેઓને અઠવાડિયામાં 5 દિવસ રોજના 2 કલાક પોતાના અનુકૂળ સમયે સેવા આપવાની હોય છે. પરંતુ આ પ્રાથમિક સેવાઓ ઉપરાંત તેમને બીએલઓ, વસ્તી ગણતરી, ચૂંટણી કામગીરી અને અલગ અલગ સરકારી યોજનાઓના સર્વે સહિતના કામો પણ સોંપવામાં આવે છે. આ બધી વધારાની કામગીરીના કારણે બહેનો પાસે કોઈ સમય બચતો નથી અને તેનું પૂરતું વળતર પણ ચૂકવવામાં આવતું નથી.5 મહિનાથી ઈન્સેન્ટીવ ચૂકવાયું નથી અને ઓનલાઈન કામગીરીનું દબાણહાલમાં બહેનોએ કરેલ કામગીરીના ઈન્સેન્ટીવની રકમો છેલ્લા 5 મહિનાથી ચૂકવાઈ નથી. આશ્ચર્યજનક રીતે તાજેતરમાં એવો પરિપત્ર કરવામાં આવ્યો છે કે HBNC, HBYC અને લેપરસીની ઓફલાઈન કામગીરી કરી હોય તો ચૂકવણી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને ઓનલાઈન કામગીરીનો જ આગ્રહ રખાય છે. યુનિયને જણાવ્યું છે કે બહેનોને સરકાર દ્વારા મોબાઈલ કે અન્ય સાધનો આપ્યા વિના આ પ્રકારનું ઓનલાઈન કામગીરીનું દબાણ કરવું તે ગેરકાયદેસર છે.યુનિયનની મુખ્ય માંગણીઓ* 2022 માં અપાયેલા વધારા બાદ વર્તમાન મોંઘવારીના સમયમાં કોઈ વધારો ન અપાયો હોવાથી તાત્કાલિક અસરથી આ બહેનોને ફિક્સ પગારદાર બનાવવામાં આવે.* છેલ્લા 5 મહિનાથી બાકી ઈન્સેન્ટીવની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે અને દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં નિયમિત ચૂકવણી થાય તેવી વ્યવસ્થા ગોઠવાય.* ડીજીટલ કામગીરી માટે પૂરતી ટ્રેનિંગ અને સાધનો (મોબાઈલ) પૂરા પાડવામાં આવે. સાધનો આપ્યા વિના ડીજીટલ કામગીરીનો આગ્રહ રાખી શકાય નહીં.* 2022 ના પરિપત્ર દ્વારા અપાયેલા વચન મુજબ વર્ષે 2 જોડી યુનિફોર્મ તાત્કાલિક આપવામાં આવે.* આરોગ્ય લક્ષી 42 જેટલા કાર્યક્રમોમાં કામ કરતી બહેનોને 2500 વાળો પગાર તથા 50% પગાર વધારો સમયસર મળતો નથી, જે નિયમિત કરવામાં આવે.માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકીયુનિયનના પ્રમુખ અરુણ મહેતા અને મહામંત્રી અશોક સોમપુરાએ લેખિતમાં ચીમકી ઉચ્ચારી છે કે, આશા વર્કર બહેનો કામના બોજથી અત્યંત માનસિક ટેન્શનનો ભોગ બની રહી છે. જો સરકાર દ્વારા વાતચીતથી આ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નહીં આવે તો છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે અને ગુજરાત કક્ષાએ જબ્બર રેલી યોજવાની ફરજ પડશે.#MorbiUpdate #GujaratNews #AshaWorkers #HealthWorkersUnion #GujaratGovernment #PendingIncentives #HealthMinister #StrikeWarning #HealthSector #MorbiNews