મોરબી : મોરબી રામપર પ્રા. શાળા તેમજ બહાદુરગઢ પ્રાથમિક શાળાના સયુક્ત ઉપક્રમે પ્રગતિના પ્રવેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને સુંદર બેગ, કીટનું વિતરણ અશ્વિનભાઇ ડાંગર (જિલ્લા પંચાયત સદસ્ય) દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. બન્ને ગામના આંગણવાડી તેમજ શાળાના બાળકોએ હોશભેર ભાગ લીધો હતો. વાલીઓની સંપૂર્ણ હાજરી જોવા મળી હતી. બહાદુરગઢ આચાર્ય પ્રદીપભાઈ કુવાડીયા તેમજ રામપર આચાર્ય હેતલબેન એરવાડીયા અને સ્ટાફગણ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.