ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા સ્કૂલ બેગ, સ્ટેશનરી અને નાસ્તાનું વિતરણ કરાયું મોરબી : તાજેતરમાં ખાખરાળા તાલુકા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને બાલવાટિકાના નાના ભૂલકાઓને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોજલ્પાબેન ત્રિવેદી (મહિલા આરોગ્ય અને બાળ વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત મોરબી)પ્રશાંતભાઈ ગઢવી (સીટી મામલતદાર)દુષ્યંતભાઈ મારવાણીયા (C.R.C.Co.)પી.ડી. કાંજીયાભૂતપૂર્વ વિદ્યાર્થીએ ચૂકવ્યું શાળાનું ઋણઆ કાર્યક્રમનું એક પ્રેરણાદાયક પાસું એ હતું કે ખાખરાળા ગામની આ જ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા પી.ડી. કાંજીયા દ્વારા બાળકોને વિશેષ રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમણે માતૃસંસ્થા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા બાળકોને સ્કૂલ બેગ અને સ્ટેશનરી કીટનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. આ ઉમદા કાર્ય થકી તેમને જે શાળામાં ભણ્યા તે જ શાળાનું ઋણ ચૂકવવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો હતો.#Morbi #MorbiNews #MorbiUpdate #Khakhrala #ShalaPraveshotsav #KanyaKelavani #Education #GujaratEducation