ટંકારા: ગુજરાત સરકારના શિક્ષણને ઘર-ઘર સુધી પહોંચાડવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે ટંકારા તાલુકામાં પણ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - 2026’ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ કડી અંતર્ગત આજે ટંકારાની એમ.ડી.વિદ્યાલય ખાતે એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યકક્ષાના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.નવપ્રવેશી છાત્રોને શૈક્ષણિક કીટ અર્પણકાર્યક્રમ દરમિયાન આંગણવાડીના નાના-નાના ભૂલકાઓ, ગાયત્રીનગર પ્રાથમિક શાળાના ધોરણ-1માં પ્રવેશ મેળવતા બાળકો તેમજ એમ.ડી.વિદ્યાલયના ધોરણ-9ના નવપ્રવેશી છાત્રો વચ્ચે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મંત્રીની ઉપસ્થિતિમાં શાળાના પ્રથમ પગથિયે કદમ મૂકી રહેલા તમામ બાળકોનું પરંપરાગત રીતે સ્વાગત કરી, તેમને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાંતિલાલ અમૃતિયાએ વિદ્યાર્થીઓને તેમની નવી શિક્ષણયાત્રાના સોપાન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.આગેવાનો અને ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં એમ.ડી.વિદ્યાલય તથા ગાયત્રીનગર શાળાના આચાર્ય, શિક્ષકગણ, પાલિકાના જન સેવકો, ભાજપના અગ્રણીઓ, હોદ્દેદારો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર મહોત્સવને સફળ બનાવ્યો હતો.#Tankara #MorbiUpdate #ShalaPraveshotsav #Education #KantilalAmrutiya #Gujarat #MorbiNews #SchoolAdmission2026