કૈલાસ ગીરી બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કેમ્પનો પ્રારંભ : સૌથી વધુ એક્ત એકત્ર કરવાનો રેકોર્ડ સર્જવા ખેડૂતો સજ્જમોરબી : જેતપર ગામે વીજલાઇનના વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં આજે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. ' અમે બનીશું રક્તદાતા' ના સંકલ્પ સાથે ખેડૂતો દ્વારા આયોજિત ભવ્ય રક્તદાન કેમ્પની આજે સવારે શરૂઆત થઈ ગઈ છે. ખેતરમાં પરસેવો પાડીને અન્ન પકવતો અન્નદાતા હવે લોકોના જીવ બચાવવા માટે રક્તદાતા બન્યો છે.આ મેગા રક્તદાન કેમ્પ જેતપર ખાતે આવેલી ઉપવાસ છાવણી પર યોજાઈ રહ્યો છે. આજે સવારે 9:00 વાગ્યે કૈલાસ ગીરી બાપુ અને ગામના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો છે. હાલમાં વીજલાઇનના વિરોધમાં લડી રહેલા અન્નદાતાઓએ ગુજરાતના તમામ લોકોની અંતર-આત્મા જગાડવા માટે આ અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ રક્તદાન કેમ્પમાં સૌથી વધુ રક્ત એકત્ર કરવાનો રેકોર્ડ સર્જવાનો ખેડૂતોનો લક્ષ્યાંક છે. 'એક બોટલ રક્ત, ઘણી જિંદગીઓની આશા' ના સૂત્ર સાથે આયોજિત આ માનવ સેવાના પુણ્ય કાર્યમાં જોડાવા ગામે ગામથી ખેડૂતો ઉમટી રહ્યા છે. #MorbiUpdate #FarmersProtest #BloodDonation #Jetpar #GujaratFarmers #Raktadan #Humanity #AnndataToRaktadata #MorbiNews #BloodDonationCamp