તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા : 108 છાવણી પાસે ન હોવાથી ખેડુતોમાં રોષ મોરબી : મોરબીના જેતપર ગામમાં વીજલાઈનના વળતર મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનમાં મોડી રાત્રે નેહુલભાઈ અમૃતિયા નામના ખેડૂતની તબિયથ લથડી છે. તેમને હાલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ખેડૂતો પોતાના ખેતરમાંથી પસાર થતી વીજલાઈનના યોગ્ય વળતરની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આ આંદોલનમાં શરૂઆતમાં 5 લોકો ત્યારબાદ વધુ એક ખેડૂત ઉમેરાયા હતા. ત્યારબાદ ફરી 3 મહિલાઓ પણ ઉમેરાયા હતા. ઉપવાસીઓમાં મહંત કૈલાશગિરી ગુરુ મહાદેવગીરી, રતિલાલ શિવલાલ અમૃતિયા, નેહુલ ધીરજલાલ અમૃતિયા, રામજીભાઈ નાનજીભાઈ ભાડજા, નિલેશભાઈ એરવાડિયા, નિલેશભાઈ પ્રાણજીવનભાઈ અઘારા, નિર્મળાબેન રામજીભાઈ અઘારા, દક્ષાબેન દીપકભાઈ અમૃતિયા, મોતીમા મગનભાઈ જાકાસણીયાનો સમાવેશ થાય છે. અત્યારે મોડી રાત્રીના સમયે નેહુલભાઈ અમૃતિયાની તબિયત લથડી છે. છાવણી સ્થળે એમ્બ્યુલન્સ ન હોવાથી ખેડૂતોમાં રોષ પણ જોવા મળ્યો હતો. બાદમાં 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ છાવણી સ્થળે પહોંચી હતી. હાલ નેહુલભાઈને 108 મારફત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. #Morbi #MorbiUpdate #Jetpar #FarmerProtest #KisanAndolan #GujaratFarmers #JetparFarmers