જેલના મંદિર અને બેરેકના ઇલેક્ટ્રિક બોર્ડમાંથી બિનવારસી હાલતમાં મોબાઈલ મળ્યા : એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇમોરબો : મોરબી સબ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાજકોટ ઝોન જેલ નાયબ પોલીસ મહાનિરીક્ષક (ડીઆઈજી) ગિરીશ પંડ્યા દ્વારા મોરબી સબ જેલમાં અચાનક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન જેલના અલગ-અલગ બે ભાગમાંથી 2 કીપેડ મોબાઈલ ફોન બિનવારસી હાલતમાં મળી આવતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. આ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવામાં આવી છે.દોઢ કલાક સુધી ચાલ્યું જેલનું સર્ચ ઓપરેશનરાજકોટ ઝોન જેલ નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરીના સુબેદાર કાનજીભાઈ એલ. સાંબડ અને તેમની રેડ પાર્ટીના સ્ટાફ દ્વારા આજ રોજ સાંજે 5:30 વાગ્યે મોરબી સબ જેલ ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેલના ઇન્ચાર્જ અધીક્ષક એચ.એ. બાબરીયા અને જેલ સ્ટાફને સાથે રાખીને સાંજના 7:00 વાગ્યા સુધી જેલના તમામ સર્કલ અને બેરેકોની ઘનિષ્ઠ ઝડતી લેવામાં આવી હતી.બે બિનવારસી મોબાઈલ મળી આવ્યાજેલના સર્કલ નંબર-0101માં આવેલા મંદિરમાં ટીંગાડેલી એક લાલ કલરની થેલીમાંથી HMD કંપનીનો 1 કીપેડ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ફોન સિપાઈ રવીકુમાર રમણભાઈ મિસ્ત્રીએ શોધી કાઢ્યો હતો. સર્કલ નંબર-22માં આવેલી બેરેક નંબર-0303ની લોબીમાં ઇલેક્ટ્રિક બોર્ડના ઉપરના ભાગે વાયરિંગમાંથી Snexian Bold કંપનીનો 1 કીપેડ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ફોન સિપાઈ મહેશભાઈ શનાભાઈ પલાસે શોધી કાઢ્યો હતો.42 કેદીઓની પૂછપરછ છતાં કોઈએ માલિકી ન સ્વીકારીબેરેક નંબર-0303માં આશરે 42 જેટલા કાચા કામના આરોપીઓ હાજર હતા. આ મોબાઈલ ફોન કોના છે તે અંગે જેલ સ્ટાફ અને રેડ પાર્ટી દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ કેદી કે આરોપીએ આ મોબાઈલ પોતાના હોવાની કબૂલાત કરી ન હતી. જેથી આ બંને મોબાઈલ ફોન બિનવારસી તરીકે જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા બંને મોબાઈલ ફોનની કિંમત આશરે 200 રૂપિયા ગણવામાં આવી છે.એક જ સપ્તાહમાં બીજી વખત ચેકિંગ, અગાઉ પાન-બીડી મળી આવ્યા હતામળતી વિગતો મોરબી સબ જેલમાં સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી રહી છે. આ પૂર્વે પણ થોડા દિવસો પહેલા જેલ રેન્જ આઈજી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પાન-બીડી જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. ત્યારબાદ એક જ સપ્તાહમાં આ બીજી વખત સર્ચ ઓપરેશન કરીને 2 મોબાઈલ ફોન ઝડપી પાડવામાં આવ્યા છે. આ મામલે સુબેદાર કાનજીભાઈ એલ. સાંબડની ફરિયાદના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 223 તથા પ્રિઝન એક્ટની કલમ 42, 43 અને 45(12) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જેલની અંદર પ્રતિબંધિત મોબાઈલ ફોન કઈ રીતે ઘુસાડવામાં આવ્યા અને તેમાં જેલના કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiSubJail #MorbiNews #MorbiUpdate #JailRaid #MobileInJail #MorbiPolice #CrimeNews #GujaratJail