ખેડૂતોની વ્હારે આવેલા એકમાત્ર કલાકાર હકાભા ગઢવીનું જેતપર ખાતેથી મોટું એલાનમોરબી : જેતપર ગામે ખેડૂત આંદોલન દરમિયાન ગત રવિવારે હકાભા ગઢવીનો લોકડાયરો યોજાયો હતો. આ ડાયરાએ આંદોલનને બળ પૂરું પાડયુ છે. આ સફળ ડાયરા બાદ હકાભા ગઢવી બીજી વાર જેતપરની મુલાકાતે આવ્યા હતા. તેઓએ એલાન કર્યું છે કે તેઓ પણ કમિટી સાથે ગાંધીનગર જશે. જો સરકાર માંગ નહીં સ્વીકારે તો તેઓ પણ ઉપવાસ ઉપર બેસી જશે.વીજલાઈન નાખવાના વિરોધમાં જેતપર ખાતે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલન દરમિયાન આજે રક્તદાન કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. આ કેમ્પની આજે લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ મુલાકાત લીધી હતી. આ વેળાએ તેમણે ખેડૂતોને સંબોધન કરતા આગામી રણનીતિ અંગે મહત્વની જાહેરાત કરી છે. હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે જે કમિટી ગાંધીનગર જશે. તેની સાથે તેઓ પોતે પણ સરકાર પાસે જશે અને ખેડૂતોનો પક્ષ રજૂ કરશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સરકાર ખેડૂતોની ન્યાયિક માંગણીઓ પૂરી કરશે અને આ મુદ્દાનો વહેલી તકે સુખદ ઉકેલ આવશે.વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, જો ગાંધીનગર ગયા બાદ સરકાર દ્વારા ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ પોતે પણ ખેડૂતોની સાથે ફરીથી ઉપવાસ પર બેસી જશે અને આ લડતને આગળ ધપાવશે. અંતમાં હકાભાએ આશા વ્યક્ત કરી હતી કે સરકાર ખેડૂતોનું હિત ઈચ્છતી હોય તો તમામ માંગણીઓ સંતોષવી જ પડશે અને ખેડૂતોને ન્યાય આપવો જ પડશે.#Morbi #MorbiNews #FarmerProtest #HakabhaGadhvi #AdaniPowerLine #FarmersAgitation #MorbiUpdate