ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિ: તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયાવાંકાનેર : મોડેલ સ્કૂલ વાંકાનેર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, મોરબી માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.આર. બાવરવા, વાંકાનેર ચીફ ઓફિસર ધવલ વેકરીયા, મોરબી રોજગાર અધિકારી સુનિલભાઈ અઘારા, વાંકાનેર પી.આઈ. સિંધવ, ડો. પરમાર અને ચેતનભાઈ ગોસ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત SMDC ના સભ્યો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન શાળામાં નવો પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને આવકારવામાં આવ્યા હતા. આ સાથે જ શાળાના દરેક ધોરણમાં પ્રથમ 3 નંબર મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ, માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાના મેરીટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ તરણ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ભાગ લઈ શાળાનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને જીવનમાં ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરવા માટે અભ્યાસકાળ દરમિયાન ખુબ જ મહેનત કરવા પ્રેરણા આપી હતી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.#Morbi #Wankaner #ModelSchool #SchoolPraveshotsav #KanyaKelavani #EducationNews #MorbiUpdate