માર્શલ આર્ટસ વિજેતા દીકરીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન: તમામ બાળકોને શૈક્ષણિક કીટ અને સ્ટીલની થાળી અર્પણ કરાઈમોરબી : ઘીયાવડ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ધ્રુવરાજસિંહ ઝાલા અને જગુભા ઝાલાએ પ્રવેશપાત્ર બાળકો, આંગણવાડીના બાળકો તેમજ ડ્રોપઆઉટ થયેલા બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળામાં ઉત્સાહભેર પ્રવેશ કરાવ્યો હતો.કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા ભાવભર્યું પ્રતીક સરૈયું કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત સૌ લોકોએ માર્ગ સલામતીના શપથ લીધા હતા. આ પ્રસંગે માર્શલ આર્ટસમાં વિજેતા બનેલી શાળાની દીકરીઓનું મેડલ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ધોરણ 3 થી 8 માં પ્રથમ ક્રમ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ મહાનુભાવોના હસ્તે બહુમાન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી રાઉમા અયાન દ્વારા 'સામાજિક સ્વસ્થતા' વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના જતન માટે શાળા પરિસરમાં મહાનુભાવો અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.ગામમાં શૈક્ષણિક જાગૃતિ વધે તેવા આશયથી એક વાલી મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં SMC સભ્યો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. શાળાના શિક્ષક નમ્રતા બા પરમારના વિશેષ પ્રયત્નોથી રાજકોટના દાતા રીટાબેન અશોકભાઈ નાગડા, હેમલતા બેન દોઢિયા, અમૃતબેન દોઢિયા, હીર, આશ્વી અને હાર્દી દોઢિયા તરફથી બાળકોને સંપૂર્ણ શૈક્ષણિક કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ ઉપરાંત, રાજકોટના 'સેવન ફ્રેન્ડઝ ગ્રુપ' તરફથી શાળાના તમામ બાળકોને સ્ટીલની થાળીની ઉપયોગી ભેટ જાહેર કરવામાં આવી હતી.આ પ્રસંગે ધ્રુવરાજસિંહ ઝાલાએ પ્રાસંગિક વક્તવ્ય આપીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિદ્યાર્થીની રાઠોડ માનસી અને રાઠોડ ઋત્વિકા દ્વારા કરવામાં આવ્યું હતું, અંતમાં આભારવિધિ શિક્ષક રવજીભાઈ બોસિયાએ કરી હતી.#Morbi #MorbiNews #GhiyavadSchool #SchoolPraveshotsav #KanyaKelavani #EducationFirst #Donation #RoadSafety #MorbiUpdate