હાલ 12 બ્લડ બેન્ક દ્વારા રક્ત એકત્ર કરવાની પુરજોશમાં ચાલતી કામગીરી : ગુજરાતમાં સૌથી વધુ બ્લડ એકત્ર કરવાનો રેકોર્ડ સર્જાશે તેવો ખેડૂતોને વિશ્વાસ મોરબી : જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત ઉપવાસ આંદોલનમાં સમગ્ર ગ્રામજનોના સહયોગથી આજે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આસપાસના ગ્રામીણ વિસ્તારો અને અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા છે. આ કેમ્પમાં ગુજરાતમાં સૌથી વધુ બ્લડ એકત્ર કરવાનો રેકોર્ડ સર્જવામાં આવશે તેવો ખેડૂતોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 12 જેટલી બ્લડ બેંકોની ટીમો જોડાઈઆ બ્લડ ડોનેશન કેમ્પ અંગે માહિતી આપતા નિવૃત્ત શિક્ષક મનુભાઈ જકાસણિયાએ જણાવ્યું હતું કે, આ મહા કેમ્પમાં રાજકોટ, મોરબી, અમદાવાદ અને જામનગર સહિતની અંદાજે 12 જેટલી બ્લડ બેંકોની ટીમો રક્ત એકત્રિત કરવા માટે આવી પહોંચી છે. આસપાસના તમામ ગામોનો આ કેમ્પને પૂરતો સહયોગ મળી રહ્યો છે.5025 યુનિટનો જૂનો રેકોર્ડ તોડવાનો લક્ષ્યાંકતેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઉપવાસ છાવણી ખાતે દરરોજ રાત્રે 10,000 થી 15,000 જેટલા લોકો એકત્રિત થાય છે. આ રક્તદાન કેમ્પ રાત્રે 12:00 વાગ્યા સુધી કાર્યરત રહેવાનો છે. અગાઉના 5025 રક્તદાનના રેકોર્ડને તોડીને નવો કીર્તિમાન સ્થાપિત થશે તેવો મક્કમ વિશ્વાસ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. આ આંદોલનમાં માત્ર માંગણીઓ જ નહીં પરંતુ સાથે સાથે સેવાનો ભાવ પણ જોડાયેલો છે તે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય છે.જામનગરના જોડિયા તાલુકામાંથી પણ રક્તદાતાઓ ઉમટ્યાજામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામના રહેવાસી વિપુલભાઈ ભીખુભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, તેઓ ભાદરા, કેશિયા સહિતના 4 થી 5 ગામોમાંથી અંદાજે 40 થી 45 જેટલા લોકો ખાસ રક્તદાન કરવા માટે અહીં આવ્યા છે. ખેડૂત આંદોલનને વધુ સક્રિય અને મજબૂત બનાવવા માટે તેઓ ચોથી વખત અહીં આવ્યા છે અને રક્તદાન કરીને પોતાનો ટેકો જાહેર કર્યો છે.#MorbiUpdate #MorbiNews #BloodDonationCamp #KhedutAndolan #BloodDonation #Morbi #GujaratNews #SocialService