સ્વ. મનજીભાઈ રૂપાભાઈ ચાવડાની સ્મૃતિમાં રમેશભાઈ ચાવડા તરફથી શિલ્ડ વિતરણ: સરપંચ અને અધિકારીઓની ઉપસ્થિતિમોરબી: મોરબીના ઊંચી માંડલ ગામે આવેલી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રમેશભાઈ મનજીભાઈ ચાવડા તરફથી તેમના સ્વર્ગસ્થ પિતા મનજીભાઈ રૂપાભાઈ ચાવડાની સ્મૃતિમાં શાળાના બાળકોને શિલ્ડ ભેટ આપ્યા હતા.આ કાર્યક્રમમાં ઊંચી માંડલ ગામના સરપંચ, તાલુકા પંચાયત કચેરીના વિકાસ અધિકારી, શિક્ષણ અધિકારી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ અધિકારીઓ અને ગ્રામજનોએ પ્રવેશોત્સવમાં ભાગ લઈ બાળકોને આવકાર્યા હતા અને પ્રોત્સાહિત કર્યા હતા.#Morbi #UnchiMandal #SchoolPraveshotsav #MorbiNews #Education #MorbiUpdate