મોરબી : તારીખ 23/06/2026 ને મંગળવારના રોજ કાંતિપુર ગામના વતની, સેવાભાવી વ્યક્તિત્વ, બાળપ્રેમી અને શાળાનાં કોઈપણ કાર્ય માટે સદાય તત્પર રહેનાર એવા પ્રાણજીવનભાઈ ગણેશભાઈ ઠોરીયા દ્વારા શાળાના તમામ બાળકોને બુટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એમણે શાળાના આચાર્ય સંજયભાઈ ગઢવીને કહ્યું છે કે, 'બાળકો માટે ક્યારેય પણ કંઈપણ વસ્તુની જરૂર પડે માત્ર એક ફોન કરજો, હું જાતે પહોંચાડી જઈશ.' અત્રે નોંધનીય છે કે પ્રાણજીવનભાઈની 2 પૌત્રીઓ ક્રિષ્ના અને આર્વી હાલ આજ શાળામાં અભ્યાસ કરે છે. શાળાના સ્ટાફ બેન પૂજાબેન તથા smc સભ્યો દ્વારા આ તકે પ્રાણજીવનભાઈ તથા તેમના પરિવારનો આભાર વ્યક્ત કરી હર્ષની લાગણી વ્યક્ત કરી.