અત્યાર સુધી બહારગામથી આવતા કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન રહે તે માટે 3 હોટલમાં ભોજનની વ્યવસ્થા કરાઈ હતીમોરબી : મોરબીના જેતપર ગામમાં ખેડૂત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. આ છાવણીને સમર્થન આપવા માટે દરરોજ મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારોમાંથી લોકો ઉમટી રહ્યા છે. અહીં આવેલા કોઈ પણ વ્યક્તિને ભૂખ્યા ન જવું પડે તે માટે અત્યાર સુધી હોટેલમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. પણ આજે રક્તદાન કેમ્પ હોવાથી અહીં જ પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જેતપર ગામના ભૂપતભાઈ નાગજીભાઈ અઘારાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઉપવાસ છાવણીમાં દરરોજ અંદાજિત 3000 જેટલા માણસો બહારગામથી આવે છે. બહારગામથી આવતા લોકો જમ્યા વગર ન જાય તે માટે ગામ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજન માટે 3 હોટલનું બુકિંગ કરવામાં આવ્યું છે. આવનાર દરેક મહેમાનને ટોકન આપવામાં આવે છે, જેના દ્વારા તેઓ સીધા જ હોટલમાં જઈને જમી શકે છે. હોટલમાં આ ભોજનની એક થાળીનો ખર્ચ 110 રૂપિયા ચૂકવવામાં આવે છે. આજે છાવણી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે આજે લોકોની સંખ્યા 3000 થી 4000 સુધી પહોંચવાનો અંદાજ છે. હોટલ સંચાલકો આટલી મોટી સંખ્યામાં એકસાથે લોકોને જમાડવા પહોંચી વળે તેમ ન હોવાથી, આજે એક દિવસ પૂરતું ગામમાં જ રસોડું ચાલુ કરવામાં આવ્યું છે. આવનાર તમામ મહેમાનો આ રસોડેથી પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે.#MorbiUpdate #Jetpar #Morbi #UpvasChhavni #BloodDonation #GujaratNews #MorbiNews