બાલવાટિકામાં 55 નવપ્રવેશિત ભૂલકાઓને ઉત્સાહભેર આવકારાયા: વહીવટી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ રહ્યા ઉપસ્થિતમોરબી : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાતાવિરડા પ્રાથમિક શાળા ખાતે ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) વિદ્યાસાગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.55 નવપ્રવેશિત બાળકોનું કરાયું સ્વાગતકાર્યક્રમ દરમિયાન, ડીડીઓ વિદ્યાસાગરના હસ્તે બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર કુલ 55 નવપ્રવેશિત વિદ્યાર્થીઓને શાળામાં આવકારી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાઓના શિક્ષણ પ્રત્યેના ઉત્સાહને જોઈને ઉપસ્થિત મહાનુભાવોએ અત્યંત આનંદ વ્યક્ત કર્યો હતો. શિક્ષણ અને વહીવટી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિઆ પ્રસંગે શિક્ષણ અને વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ રવિરાજસિંહ વાળા (ઇન્સ્પેક્ટર - ચેરિટી કમિશનર ઓફિસ), એસ. આર. બાદી (એ.ઈ.આઈ. - શિક્ષણ અધિકારી કચેરી), ઈરફાનભાઈ શેરસીયા (બી.આર.સી.), સંદીપભાઈ કોરિંગા (સી.આર.સી.)ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ સ્ટાફ મિત્રો અને ગ્રામજનોએ ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી આચાર્ય ચિરાગભાઈ કાવર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, સ્ટાફ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#MorbiUpdate #MorbiNews #ShalaPraveshotsav2026 #MorbiEducation #RatavirdaSchool #GujaratSchools