ટ્રાફિક નિયમોના પાલનની પ્રતિજ્ઞા લેવાઈ: વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી બાળકોને નિયમિત શાળાએ મોકલવા કરાઈ અપીલમોરબી: કાલીકાનગર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે શાળાના શૈક્ષણિક સત્રની શરૂઆતમાં બાલવાટીકામાં 8 બાળકો અને ધોરણ 1 માં 9 બાળકોએ ઉત્સાહભેર પ્રવેશ મેળવ્યો હતો.શાળા પ્રવેશોત્સવ દરમિયાન આચાર્ય કેતનભાઇ ધરોડીયા દ્વારા શંખ વગાડી, સ્ટાફ દ્વારા બાળકોની આંગળી પકડી તેમજ શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક અને દાંડિયા રાસ રમીને નવોદિત બાળકોનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડી તેમજ શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તેમજ ધોરણ 1 થી 3 માં નંબર મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી સન્માનિત કરાયા હતા.વિશેષમાં, કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકો દ્વારા ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રેરણાદાયી શુભેચ્છા સંદેશ પણ સૌએ સાંભળ્યો હતો. વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી બાળકોને સમયસર અને નિયમિત શાળાએ મોકલવા માટે આગ્રહભરી અપીલ કરવામાં આવી હતી. આ અવસરે SMC ના સભ્યો, વાલીઓ તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.#Morbi #MorbiNews #Kalikanagar #SchoolPraveshotsav #EducationFirst #TrafficAwareness #MorbiUpdate