વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ પે આવેલ ઇન ડિઝાઇન સિરામિક ફેકટરીમાં લોડિંગ વિભાગના કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની રેહાન કલ્લુભાઈ શાહ ઉ.19 ગઈકાલે લોડિંગ વિભાગમાં કામ કરતા હતા ત્યારે રેકડો પંખાના વાયર ઉપર આવી જતા વીજ શોક લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.