કમિશનર અને ધારાસભ્ય સહિતનાની ઉપસ્થિતિમાં અહીં એક પેડ મા કે નામનો કાર્યક્રમ યોજાયો હતોમોરબી : મોરબીના ભક્તિનગર સર્કલ પાસે યામાહાના શો-રૂમની આગળ થોડા દિવસ પહેલા જ મ્યુનિસિપલ કમિશનર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષો વાવવામાં આવ્યા હતા. યોગ્ય સંભાળ ન લેવામાં આવતા હાલ આ વૃક્ષોની હાલત દયનીય બની ગઈ છે.જાગૃત નાગરિક રમણીકભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ભક્તિનગર સર્કલ પાસે મહિના પહેલા જ કમિશનર અને ધારાસભ્ય દ્વારા 15 થી 20 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. જો કે વૃક્ષો વાવ્યા બાદ તેની યોગ્ય સંભાણ ન લેવામાં આવતા મોટા ભાગના વૃક્ષો સુકાઈ ગયા છે અથવા તેનો વિકાસ રૂંધાઈ ગયો છે. તંત્ર દ્વારા સમયસર પાણી ન આપવામાં આવ્યું હોય આ વૃક્ષોની હાલત દયનીય બની ગઈ છે. ત્યારે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.