રાજકોટ : પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર યાર્ડના રિમોડેલિંગ કાર્ય અંતર્ગત લેવામાં આવનારા ટ્રાફિક અને પાવર બ્લોક ના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર પ્રભાવિત ટ્રેનોની વિગતવાર માહિતી નીચે મુજબ છે.સંપૂર્ણપણે રદ્દ થયેલી ટ્રેનોતારીખ 23 જૂન 2026 થી 04 જુલાઈ 2026 સુધી નીચેની ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ રહેશે:59206 પોરબંદર–કાનાલુસ59205 કાનાલુસ–પોરબંદરઆ જ રીતે તારીખ 25 જૂન 2026 થી 04 જુલાઈ 2026 સુધી નીચેની ટ્રેનો પણ રદ્દ રહેશે:19571 રાજકોટ–પોરબંદર19572 પોરબંદર–રાજકોટ59563 રાજકોટ–પોરબંદર59564 પોરબંદર–રાજકોટરિશેડ્યુલ કરાયેલી ટ્રેનોટ્રેન નંબર 59562 પોરબંદર–રાજકોટને તારીખ 30 જૂન 2026 થી 04 જુલાઈ 2026 સુધી પોરબંદરથી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી રવાના કરવામાં આવશે.રેગ્યુલેટ કરાયેલી ટ્રેનોટ્રેન નંબર 19015 દાદર–પોરબંદર એક્સપ્રેસને તારીખ 30 જૂન 2026 થી 04 જુલાઈ 2026 સુધી રાજકોટ સ્ટેશન પર 1 કલાક અને 05 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે મુસાફરી શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની સ્થિતિની માહિતી રેલવે પૂછપરછ સેવા, NTES અથવા રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in તેમજ મોબાઇલ એપ પરથી મેળવી લે. મુસાફરોને પડનારી અગવડતા માટે ખેદ છે.