બાળકોનું શત-પ્રતિશત નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પર મુકાયોશાળાના બાળકોએ ગરિમાપૂર્ણ રીતે કર્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન; નવપ્રવેશી ભૂલકાઓને ઉત્સાહભેર આવકારાયાટંકારા : મોરબી જિલ્લામાં શિક્ષણના વ્યાપને વિસ્તારવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરવાના આશય સાથે ચાલી રહેલા ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ અંતર્ગત ટંકારા તાલુકાની જીવાપર પ્રાથમિક શાળા ખાતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવમાં શાળાના આંગણે આવેલા નવપ્રવેશી ભૂલકાઓને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપીને વહાલભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણના મહત્વ પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. કોઈ પણ સક્ષમ સમાજના નિર્માણ માટે બાળકોનું શાળામાં શત-પ્રતિશત નામાંકન, તેમનું શાળામાં સ્થાયીકરણ અને નિયમિત ગુણવત્તાયુક્ત શિક્ષણને મહત્વપૂર્ણ ગણાવી તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં શાળાના તેજસ્વી બાળકો દ્વારા જ સમગ્ર પ્રવેશોત્સવ કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ બોડા તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાક ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ દિવ્યેશભાઈ નમેરા, ટંકારાના તાલુકા વિકાસ અધિકારી ગૌતમભાઈ ભીમાણી, મિતાણા કલસ્ટરના સી.આર.સી. કો-ઓર્ડીનેટર કૌશિકભાઈ ઢેઢી સહિત સ્થાનિક પદાધિકારીઓ, કેળવણીકારો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.