બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવાયો: સરદાર બાગ ખાતે પર્યાવરણ જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરાયુંમોરબી: મોરબી તાલુકાની ચકમપર પ્રાથમિક શાળામાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત ભુલકાઓને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ અવસરે ભુલકાઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને આવકારવામાં આવ્યા હતા. આ સાથે જ શાળાના વિવિધ ક્ષેત્રે કૌશલ્યશાળી બાળકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.ગામના અનેક દાતાઓએ ઉદાર હૃદયે બાળકોની શૈક્ષણિક કીટ માટે વિશેષ સહયોગ આપ્યો હતો, જેથી શાળા પરિવાર દ્વારા આ તમામ દાતાઓની ઉમદા ભાવનાને બિરદાવવામાં આવી હતી.શાળા પ્રવેશોત્સવની સાથે ચકમપર ગામને હરિયાળું અને સ્વસ્થ રાખવાના ઉમદા આશય સાથે ચકમપર ગામના લોકો, શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શાળાની બાજુમાં આવેલા સરદાર બાગ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.#Morbi #Chakampar #ShalaPraveshotsav2026 #MorbiNews #Education #TreePlantation #MorbiUpdate