ડીડીઓ, વોર્ડ નંબર 9 ના કોર્પોરેટરો અને શાળા પરિવારની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યામોરબી : મોરબીની વૈભવનગર સોસાયટીમાં આવેલી આંબાવાડી તાલુકા શાળા ખાતે આજ રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) અને વોર્ડ નંબર 9 ના કોર્પોરેટરોએ ખાસ હાજરી આપી હતી.શાળા પ્રવેશોત્સવ દરમિયાન શાળાના આચાર્ય અને શિક્ષકગણ સાથે મળીને મહાનુભાવો દ્વારા નવા પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા અને તેઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે ઉપસ્થિત મહાનુભાવો અને શાળા પરિવાર દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #ShalaPraveshotsav #Education #TreePlantation #WardNumber9