ગત રાત્રે મોડપરમાં ભારે જનમેદની ઉમટીમોરબી: મોરબીના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વીજલાઈનના યોગ્ય વળતર મુદ્દે ધારદાર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ આંદોલનના સમર્થનમાં હવે આસપાસના ગામો પણ આગળ આવ્યા છે. આંદોલનના સમર્થનમાં મોડપર ગામે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતુંખેડૂતો પોતાના ખેતરમાંથી પસાર થતી વીજલાઈનના વ્યાજબી વળતરની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા છે, ત્યારે ગત રાત્રે મોડપર ગામમાં રામધુન બોલાવીને ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું. આ રામધુનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો એકઠા થયા હતા. ભારે જનમેદનીની હાજરીમાં મોડપર ગામે જેતપરના ખેડૂતોની લડતમાં પોતાનો સહકાર જાહેર કર્યો છે.#Morbi #Jetpar #FarmerProtest #Modpar #Ramdhun #MorbiNews #MorbiUpdates